કલ્પવૃક્ષ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

ગાયત્રી કલ્પવૃક્ષ

પૃથ્વી પર એવું કલ્પવૃક્ષ છે, જેમાં દેવલોકના કલ્પવૃક્ષના જેવી જ સંભાવનાઓ છુપાયેલી છે. એનું નામ છે - ગાયત્રી.

ગાયત્રી મંત્રને સ્થુળ નજરે જોવામાં આવે તો તે 24 અક્ષરો અને નવ પદોની એક શબ્દશૃંખલા માત્ર છે. પરંતુ ગંભીરતાપૂર્વક એનું અવલોકન કરવામાં આવે તો એના પ્રત્યેક પદ અને અક્ષરમાં એવાં તત્વોનું રહસ્ય છુપાયેલું માલૂમ પડશે કે, જેનાથી કલ્પવૃક્ષની જેમ આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

'ગાયત્રી કલ્પવૃક્ષ' નું ચિત્રમાં

"ૐ " ઈશ્વર તરફની આસ્તિકતા જ ભારતીય ધર્મનું મૂળ છે,

એમાંથી આગળ જતાં એના ત્રણ ભાગ થાય છે -

ભૂ : ભુવ: સ્વ: - ભૂ : નો અર્થ છે, આત્મ,

ભુવ: નો અર્થ છે - કર્મયોગ. સ્વ : નું તાત્પર્ય છે - સ્થિરતા - સમાધિ.

આ ત્રણ શાખાઓ માંથી ત્રણ ત્રણ ડાળીઓ નિકળે છે. એ દરેકનુ વિશેષ તાત્પર્ય છે. તત્ - જીવનવિજ્ઞાન. સવિતુ : - શક્તિસંચય. વરેણ્યં - શ્રેષ્ઠતા. ભર્ગો - નિર્મળતા. દેવસ્ય - દિવ્ય દ્રષ્ટિ. ધીમહિ - સદ્દ ગુણ. ધિયો - વિવેક, યોન :- સંયમ. પ્રચોદયાત્ - સેવા ॥

આ નવા ગુણો નિ:સંદેહ નવરત્ન છે. માણેક, મોતી, પરવાળુ, પાનુ6, પોખરાજ, હીરો, નીલમ, ગોમેદ, લસણિયો એ નવ રત્ન છે. જેની પાસે એ રત્ન હોય છે, તે સર્વ રીતે સુખી ગણાય છે. પરંતુ ભારતીય ધર્મશાસ્ત્ર કહે છે કે, જેની પાસે યજ્ઞોપવીત અને ગાયત્રી - મિશ્રિત ઉપરોકત આધ્યાત્મિક નવરત્નો છે તે આ ભૂતળ પરનો કુબેર છે. ભલેને તેની પાસે ધનદોલત, જરજમીન ન હોય. આ નવરત્ન મંડિત કલ્પવૃક્ષ જેની પાસે છે તે વિવેકયુકત, યજ્ઞોપવીતધારી સદા સુલોકની સમૃદ્ધિ ભોગવે છે. એને માતે આ ભૂલોક સ્વર્ગ છે. એ કલ્પવૃક્ષ આપણફે ચારે ફળ આપે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે સમૃદ્ધિઓથી આપણેને પરિપૂર્ણ કરી દે છે.

0 comments:

Post a Comment

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”

દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તથા તો ખરેખર જીવન ધન્ય બની જશે આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો .

YUGCHETNA GUJARATI SMS

YUGCHETNA GUJARATI SMS
Join now

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

Join Gayatri Gnan Mandir-Jetpur

Followers

કેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે?

દેશ વિદેશના મુલાકાતીઓ

FEEDJIT Live Traffic Feed