કલ્પવૃક્ષ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

વેદના ઋષિનું મહાન દર્શન-સંશોધન એટલે ગાયત્રી મહામંત્ર.

ગાયત્રી છંદનો એક પ્રકાર છે. વેદમાં ગાયત્રી, અનુષ્ટુપ, જગતી, બૃહતી વગેરે અનેક છંદો છે. તેમાં મુખ્ય ગાયત્રી અને અનુષ્ટુપ છંદ છે. ગાયત્રી છંદમાં ૮ અક્ષરના ત્રણ ચરણો કુલ મળીને ૨૪ અક્ષરો થાય છે. સૌથી લોકપ્રિય સવિતા (સૂર્યનારાયણ) ગાયત્રી મંત્ર છે.

ૐ ભૂર્ભુવર્સ્વ: તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્ (ઋગ્વેદ, ૩/૬૨/૧૦, યજુર્વેદ ૩/૩૫)
ભાવાર્થ: પૃથ્વી, આકાશ અને સ્વર્ગલોક એમ ત્રણેય જગતને પ્રકાશિત કરનારા હે પરમ તેજસ્વી સવિતાદેવ, અમે આપનું ધ્યાન કરીએ છીએ. આપ અમારી બુદ્ધિને પ્રકાશિત કરી અમારો ઉત્કર્ષ કરો!

અહીં ભૂ:, ભુવ: અને સ્વ: એમ ત્રણ વ્યાહૃતિઓ છે. (વ્યાહૃતિઓને બાદ કરતાં ચોવીસ અક્ષર થાય છે.) જે ત્રણ લોક અથવા આપણા અસ્તિત્વનાં ત્રણ સ્તરો- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. સવિતા પ્રકાશ અને જ્ઞાનના દેવતા છે. આ બુદ્ધિને સન્માર્ગે રહે તેવી પ્રાર્થના છે. 

માનસકાર કહે છે, ‘જહાં સુમતિ તહાં સંપતિ નાના જહાં કુમતિ તહાં વિપતિ નિદાના!’ સન્મતિથી મળે સર્વસંપદા અને કુમતિથી વિપત્તિ. કેવો પ્રેક્ટિકલ મંત્ર છે! બીજા દેવતાનાં ગાયત્રી મંત્રો પણ છે. જેમ કે, 

ગણેશ ગાયત્રી - એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત્; 

શિવગાયત્રી - તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત્; 

વિષ્ણુગાયત્રી - નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ: પ્રચોદયાત્; 

હનુમાન ગાયત્રી - આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમાન્ પ્રચોદયાત્ વગેરે. 

ઇષ્ટદેવતાની ઉપાસના જે તે ગાયત્રી મંત્રથી થઇ શકે. જો કે સવિતા ગાયત્રી મંત્રનું વિશેષ મહત્ત્વ છે.
સવિતા: પ્રસવિતા! જે પ્રસવ કરે તે સવિતા. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સહિતના સૌરમંડળના નવ ગ્રહોની ઉત્પત્તિ સૂર્યમાંથી થઇ છે. સવાર પડે અને આખું જગત જાગી ઊઠે. માણસ તો ઠીક, પશુ-પંખી અને વનસ્પતિ પણ! સૂર્યની ઊર્જા વિના કશું સંભવે ખરું? આપણી જોવાની શક્તિ અને સાત રંગો પણ સૂર્યના કિરણોની જ દેણ છે. એ સાત રંગો એ જ સૂર્યનારાયણના સાત ઘોડા! સૂરજદાદાની નિયમિતતા તો જુઓ! એ ક્યારેય મોડા પડે ખરા? વળી એમનો પ્રેમ પણ પૂર્વગ્રહ કે પક્ષપાત વગરનો છે. સુંદર મજાના ફૂલ હોય કે ઉકરડો - બધે જ સરખો પ્રકાશ આપે. સૂરજના તાપથી વરસાદ પડે, અનાજ પાકે, ઋતુઓ સર્જાય, ફળફુલ મળે અને વાતાવરણ ચોખ્ખું થાય! સૂર્યની ઊર્જા વિના આપણું જીવન સંભવ ખરું? કહે છે કે જેની ઉપાસના કરો, તેવા જ બનો. સૂર્ય જેવા તેજસ્વી બનવું કોને ન ગમે?
આધુનિક સમયમાં ગાયત્રીમંત્ર પર ખૂબ સંશોધન થયું છે. તેની હકારાત્મક અસરો અંગે અઢળક વૈજ્ઞાનિક પુરાવા પણ મળી આવે છે. ગાયત્રીની સાધનાથી મન શાંત રહે છે. યાદશક્તિ સતેજ થાય છે. આરોગ્ય સારું રહે છે. તર્ક અને સમજશક્તિ કેળવાય છે. ધ્યાનશક્તિ વધે એટલે કામકાજમાં આપોઆપ સફળતા મળે. બુદ્ધિનો ઉદય અથવા રચનાત્મક ઉપયોગની પ્રાર્થના પોતે જ કેટલી પ્રોગ્રેસિવ છે! હજારો વર્ષથી ગાયત્રી ઉપાસના થતી રહી છે, થતી રહેશે.
ગાયત્રી ઉપાસના કઇ રીતે કરવી? 
સવારમાં વહેલા ઊઠી સ્નાન કરીને સૂર્યનમસ્કાર સાથે પ્રાણાયામ કરીએ. કૂમળો તડકો વિટામિન ''ડી'' આપે અને સૂર્યને તાંબાના કળશથી ધરેલ અર્ધ્યનું જળ પીવું આરોગ્યપ્રદ છે. આ બધાં સાથે ગાયત્રી મંત્રની નિયમિત એક માળા એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારે છે. આવો, વેદના ઋષિનો કૃપાપ્રસાદ પ્રાપ્ત કરી સો વર્ષનું સુખી, રચનાત્મક અને કાર્યક્ષમ આયુષ્ય ભોગવીએ.

जीवन के सारे अधिकार ईश्वर के हाथ

 

             जीवन के सारे अधिकार जब ईश्वर के हाथ सौंप देते हैं तो पूर्ण निश्चिंतता आ जाती है। कोई भय नहीं, कोई आकांक्षा नहीं। न कुछ दुःख न किसी प्रकार का सुख शेष रहता है। 

             पूर्ण तृप्ति और अलौकिक आनंद की अनुभूति होती है। जब जीवन की बागडोर परमात्मा को सौंप देते हैं, तब उसे बुलाना भी नहीं पडता। वह स्वयं ही आकर भक्त के प्रत्येक अवयव में स्थित होकर अपना कार्य करने लगते हैं। इस स्थिति को ही पूर्ण समर्पण कहते हैं।

પ્રજ્ઞા પુરાણ કથા પરિવાર વ્યવસ્થા પ્રકરણ ૨૪

વિશ્વાસ કરો કે તમે મહાન છો

Nav Yug ni Geeta Vani 07 Full HD

वेदों का दिव्य संदेश ब्राह्मणत्व 06

Udeshya Uncho Rakho Full HD

Pahela Aapo Pachhi Melvo

પહેલાં આપો, પછી મેળવો.



એ પ્રશ્ન વિચારણીય છે કે મહાપુરુષો પોતાની પાસે આવનારાઓ પાસે સદૈવ યાચના શા માટે કરે છે? મનન કર્યા પછી મને સમજાયું કે ત્યાગથી વધારે મોટો પ્રત્યક્ષ અને તરત ફળ આપનારો બીજો કોઈ ધર્મ નથી. ત્યાગની કસોટી માનવીના ખરાખોટા સ્વરૂપને દુનિયાની સામે રજૂ કરે છે. મનમાં જામેલા કુસંસ્કારો અને વિકારોના બોજને હલકો કરવા માટે ત્યાગતી વધારે સારું બીજું કોઈ સાધન નથી.
જો તમે દુનિયા પાસેથી કંઈક મેળવવા ઈચ્છતા હો, વિદ્યા, બુદ્ધિ ગમે તે પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ત્યાગ કરો. ગાંઠે બાંધેલું કંઈક છોડો. કોઈ વસ્તુ લૂંટના માલની જેમ મફતમાં મળતી નથી. આપો, તમારી પાસે પૈસા, રોટી, વિદ્યા, શ્રદ્ધા, સદાચાર, ભક્તિ, પ્રેમ, સમય, શરીર જે કાંઈ હોય તે છૂટા હાથે દુનિયાને આપો, બદલામાં આપને અનેકગણું મળશે. ગૌતમ બુદ્ધે રાજસિંહાસનનો ત્યાગ કર્યો,
ગાંધીજીએ પોતાની વકીલાત છોડી, પરંતુ એમણે જે છોડ્યું એનાથી વધારે મેળવ્યું. વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર પોતાની એક કવિતામાં કહે છે કે તેણે હાથ ફેલાવીને મારી પાસે કંઈક માગ્યું. મેં મારી ઝોળીમાંથી અન્નનો એક દાણો એને આપી દીધો. સાંજે મેં જોયું કે ઝોળીમાં એવડો જ એક સોનાનો દાણો મોજૂદ હતો. હું ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો કે મેં મારું સર્વસ્વ શા માટે ના આપી દીધું કે જેનાથી હું ભિખારીમાંથી રાજા બની જાત? અખંડજ્યોતિ , માર્ચ-19 40, પેજ-9

જિંદગીનું ગણિત

જિંદગીનું ગણિત છે સાહેબ,
દુઃખ નો " દસ્તાવેજ " હોય કે  સુખ નું  " સોગંધનામુ ".... ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતા ની જ હશે .

जीवन मंत्र Accept & Adjust

जीवन मंत्र गलती आपकी हो या मेरी, रिश्ता तो हमारा है ना.... 

Accept & Adjust


बिखरने के तो लाख बहाने मिल जायेगे, आओ हम जुड़ने के अवसर ढूंढे....


यह जरूरी नही की हर शख्स मुझसे मिलकर खुश हो मगर मेरा प्रयास यह रहता है कि मुझसे मिलकर कोई दुखी न हो

Vichar or Karya me Samanvay Kaise

સુવિચાર

YUGCHETNA GUJARATI SMS

ધનની આવશ્યકતા દરેકને રહે છે.

તેના વગર ચાલતું નથી.

પણ તેથી તેની જીવનમાં બોલબાલા હોવી ન જ જોઈએ.

YUGCHETNA GUJARATI SMS

સંત કંઈ હોડી નથી

કે આપણે તેમાં બેસીને હાથપગ હલાવ્યા

વગર યાત્રા કરી શકીએ.

તે તો સહાયક-માર્ગદર્શક છે.

YUGCHETNA GUJARATI SMS

જે વ્યક્તિ કે શક્તિ ધર્મવાન,

વીર્યવાન, યશવાન, ધનવાન, જ્ઞાનવાન,

વૈરાગ્યવાન હોય તે ભગવાન કહેવાય.

YUGCHETNA GUJARATI SMS

ઈશ્વરને શોધવા ક્યાંય દોડવાની જરૂર નથી.

દરેક કર્મમાં વિચારમાં,

ઉર્મિમાં એ છે જ.

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”

દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તથા તો ખરેખર જીવન ધન્ય બની જશે આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો .

YUGCHETNA GUJARATI SMS

YUGCHETNA GUJARATI SMS
Join now

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

Join Gayatri Gnan Mandir-Jetpur

Followers

Blog Archive

કેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે?

દેશ વિદેશના મુલાકાતીઓ

FEEDJIT Live Traffic Feed