પૃથ્વી પર એવું કલ્પવૃક્ષ છે, જેમાં દેવલોકના કલ્પવૃક્ષના જેવી જ સંભાવનાઓ છુપાયેલી છે. એનું નામ છે - ગાયત્રી.
ગાયત્રી મંત્રને સ્થુળ નજરે જોવામાં આવે તો તે 24 અક્ષરો અને નવ પદોની એક શબ્દશૃંખલા માત્ર છે. પરંતુ ગંભીરતાપૂર્વક એનું અવલોકન કરવામાં આવે તો એના પ્રત્યેક પદ અને અક્ષરમાં એવાં તત્વોનું રહસ્ય છુપાયેલું માલૂમ પડશે કે, જેનાથી કલ્પવૃક્ષની જેમ આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
'ગાયત્રી કલ્પવૃક્ષ' નું ચિત્રમાં
"ૐ " ઈશ્વર તરફની આસ્તિકતા જ ભારતીય ધર્મનું મૂળ છે,
એમાંથી આગળ જતાં એના ત્રણ ભાગ થાય છે -
ભૂ : ભુવ: સ્વ: - ભૂ : નો અર્થ છે, આત્મ,
ભુવ: નો અર્થ છે - કર્મયોગ. સ્વ : નું તાત્પર્ય છે - સ્થિરતા - સમાધિ.
આ ત્રણ શાખાઓ માંથી ત્રણ ત્રણ ડાળીઓ નિકળે છે. એ દરેકનુ વિશેષ તાત્પર્ય છે. તત્ - જીવનવિજ્ઞાન. સવિતુ : - શક્તિસંચય. વરેણ્યં - શ્રેષ્ઠતા. ભર્ગો - નિર્મળતા. દેવસ્ય - દિવ્ય દ્રષ્ટિ. ધીમહિ - સદ્દ ગુણ. ધિયો - વિવેક, યોન :- સંયમ. પ્રચોદયાત્ - સેવા ॥
આ નવા ગુણો નિ:સંદેહ નવરત્ન છે. માણેક, મોતી, પરવાળુ, પાનુ6, પોખરાજ, હીરો, નીલમ, ગોમેદ, લસણિયો એ નવ રત્ન છે. જેની પાસે એ રત્ન હોય છે, તે સર્વ રીતે સુખી ગણાય છે. પરંતુ ભારતીય ધર્મશાસ્ત્ર કહે છે કે, જેની પાસે યજ્ઞોપવીત અને ગાયત્રી - મિશ્રિત ઉપરોકત આધ્યાત્મિક નવરત્નો છે તે આ ભૂતળ પરનો કુબેર છે. ભલેને તેની પાસે ધનદોલત, જરજમીન ન હોય. આ નવરત્ન મંડિત કલ્પવૃક્ષ જેની પાસે છે તે વિવેકયુકત, યજ્ઞોપવીતધારી સદા સુલોકની સમૃદ્ધિ ભોગવે છે. એને માતે આ ભૂલોક સ્વર્ગ છે. એ કલ્પવૃક્ષ આપણફે ચારે ફળ આપે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે સમૃદ્ધિઓથી આપણેને પરિપૂર્ણ કરી દે છે.